Mandarwaja Tenament Redevelopment Project :
જરૂરી સૂચના :ખોટી અફવા થી સાવધાન
લોકોને મનમાં ઘણા પ્રશ્નો આવતા હતા કી ગેસ મીટર ની શુ કરવું ,પાવર મીટર નું શુ કરવું કે વેરા બિલ નું શુ કરવું. આ બધા પ્રશ્નો ના નિકાલ માટે અસલમભાઈ સાયકલ વાળા અને કમિટી ના સભ્યો દ્વારા એક લેટર પૈડ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં એક લેટર સુરત મહાનગર પાલિકા, એક લેટર ગુજરાત ગેસ અને એક લેટર ટૉરેંટ પાવર માં મોકલવામાં આવશે.
આ લેટર માં મુખ્ય ઉલ્લેખ મીટર વિશે કરવામાં આયવું કે અમારું મીટર હંગામી ધોરણે બંધ કરીદો એટલે મીટર ની કોઉન્ટીંગ બંધ કરીને અમારું મીટર જળવાઈ રહે જેનાથી જો ભવિષ્ય માં મકાનો બનીને મળે તો મીટર ફરીશથી મળે એમાં કોઈ પણ વગર કામ નું વ્યાજ કે પેનલટી નહીં લાગે
આ લેટર માં બીજું ઉલ્લેખ છે કી પાલિકા એ અમારા મકાનો સીલ મારી દીધા પછી રહીશો ની કોઈ જવાબદારી નહીં રહે જો મીટર ચોરાયી જાયે, કે ગાયબ થયી જાયે.
"તમારે લોકો ને જેતે ટેનામેન્ટ ના ગ્રુપ માં જાણકારી મળતી રહેશે. એ ગ્રુપ પરજ વિશ્વાસ રાખવાનું એ ગ્રુપ માં જે Message આવે એનેજ ધ્યાન માં લેવાનું કારણ કે એ ગ્રુપ માનદરવાજા ટેનામેન્ટ હિત રક્ષક સમિતિ ની અંડર માં છે. જેમાં અસલમ ભાઈ સાયકલવાલા પણ છે.આ સમિતિ આગળ નું બધું જે કરવાનું છે એ નક્કી કરશે. અને કોઈ પણ પ્રકાર ના મિટિંગ ના ખોટા Message પર પણ ધ્યાન ના આપતા"
જે કઈ મિટિંગ હશે એ અમે તમને કહી દઇશુ. ખોટી અફવા થી સાવધાન.....
ટેનામેન્ટ ના લોકો નું મેં એક ખાસ વસ્તુ પાર ધ્યાન આકર્ષિત કરવા મંગુ છું કી કોઈ પણ પ્રકાર ની અફવા પાર ધ્યાન ના આપો. લોકો તમને ભરમાવવા માટે જુદી જુદી અફવાઓ થી હેરાન કરશે એ લોકો ની મુખ્ય ઉદ્દેશ તમને ખાલી પરેશાન કરવાનું છે.
ટેનામેન્ટ ના બહારના લોકો જે ઝુપડપટ્ટી કે અલગ જગ્યા પાર રહે છે એ લોકો ના ભવિષ્ય ના કોઈ ઠેકાણા નથી એ લોકો તમને હેરાન કરવા માટે બોલે છે હવે તમને ઘર નહીં મળે . સરકાર તમને ઘરવિહોણી કરી નાખશે એ બધી વસ્તુ ખોટી છે.
માનદરવાજા ટેનામેન્ટ ગુજરાત હાઉસિંગ ની અંડર માં આવે છે સુરત મહાનગર પાલિકા ની અંડર માં છે. ટીપીપી સકીમ મુજબ ઘર જ્યાં છે તેને તોડીને તયાંજ મકાન બનાવીને મળે. આથી કોઈ પણ ટેનામેન્ટ ના રહીશ ને ઘબરાવવાની જરૂર નથી . ઘબરાવવાની જરૂર થઈ એને છે જે તમને ખોટી ખોટી બોલે છે કારણ કે એમનું કોઈ ઠેકાણું નથી.
બીજું અફવા એ ફેલાવવામાં આવી રહી છે કી પાલિકા ખાલી B ટેનામેન્ટ ને સીલ કરવા માટે આવ્યી હતી. C વાળા હે મૂરખતા થી ઘર સીલ કરાવી દીધા એ વસ્તુ પણ ખોટી છે . પાલિકા બધીજ ટેનામેન્ટ ને સીલ કરવા માટે આવ્યી હતી. જો પાલિકા ખાલી C વાળા ને સીલ કરવાનું હતું તો પાણીના જોડાણ બધાના કેમ કાયપા હતા. આ બધા લોકો જે અફવા ફેલાવી રહ્યાં છે એ ટેનામેન્ટ ના લોકો ની મસ્કરી કરી રહા છે એટલે એ લોકો ની વાત ને આટલી ધ્યાન માં ના લેવાની.
-: શેખ આબીદ
No comments:
Post a Comment